શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 27 મે 2024 (17:29 IST)

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

rajkot fire
રાજકોટ અગ્નિકાંડમાં 7 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. તેમાં માર્ગ મકાન વિભાગના ઇજનેર તથા બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે. મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર, બે પોલીસ ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ટાઉન પ્લાનિંગ ઓફિસરોનો સમાવેશ થાય છે. જેમાં કાર્યપાલક ઇજનેર એમ.આર.સુમા તથા તત્કાલીન મદદનીશ ઈજનેર પારસ.કોઠિયા અને બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે.

PI વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડ તથા મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસરમાં આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોશી તથા આસિ. એન્જિનિયર જયદીપ ચૌધરી સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ શહેરના માર્ગ મકાન વિભાગના તત્કાલીન મદદનીશ ઇજનેર અને હાલ નાયબ કાર્યપાલક ઇજનેર પારસ.એમ.કોઠિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આગ દુર્ઘટનામાં જવાબદાર કુલ સાત અધિકારીઓ સામે ફરજ મોકૂફીની કાર્યવાહી કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાને લઈ રાજય સરકાર દ્રારા SITની નિમણુંક કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ IPS સુભાષ ત્રિવેદી છે. ગત રાત્રે SITની ટીમ દ્રારા રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિ. કમિશનરની પૂછપરછ કરવામાં આવી છે. રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ઘટનામાં રાજ્ય સરકારે 7 ઓફિસર સસ્પેન્ડ કર્યા છે. ગેમ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપી સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. સીસીટીવી મેળવવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે આગ લાગવાનું કારણ વેલ્ડિંગના તણખા છે.આજે બે આરોપીઓ યુવરાજસિંહ અને નિતીન જૈનને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

આગકાંડમાં હજુ ચાર આરોપીઓ ગિરફ્તથી દૂર છે. આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ ડાયસ ઉપર આવ્યા હતા.સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ ઘટનાથી દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોની જવાબદારી નક્કી કરવી પડે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશોનું પાલન થઈ રહ્યું નથી, રાજ્ય સરકાર આગની ઘટનાઓ અટકાવવાનું કામ કરે. મુખ્યમંત્રીની ઘટનાસ્થળે વિઝીટ બાદ FIR થઈ છે. લોકોને પોતાના કુટુંબના સભ્યો મળતા નથી. 18 મહિનાથી ચાલતા ગેમ ઝોન ઉપર RMC અધિકારીઓએ આંખ આડા કાન કર્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ મોટી સંખ્યામાં મૃતકોના પરિજનો મૃતદેહ લેવા માટે તળવળી રહ્યાં છે. આ વચ્ચે પરિવારજનોને સ્વજનોના મૃતદેહ ન મળતાં રોષે ભરાયા હતાં. પોલીસ અને લોકો વચ્ચે રકજક થઈ હતી. જેમાં મૃતકના પરિજને કહ્યું હતું કે, જીવ તો લઇ લીધો, હવે મૃતદેહ તો આપી દો. અમે અહીં પૈસા લેવા માટે નથી આવ્યાં. ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી. આગમાં તેની બેદરકારી કહી શકાય