1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 મે 2024 (08:12 IST)

હવામાન વિભાગ દ્વારા આગાહી, તા. 25થી 27 ગુજરાતના આ વિસ્તારોમાં કાળઝાળ ગરમી

Weather Update
Weather updates-  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તા. 25 થી લઈ તા. 27 મે નાં રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, ભાવનગર, જૂનાગઢ, વડોદરા,  આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર સહિતનાં વિસ્તારોમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
તેમજ તા. 28 અને 29 મે થી સમગ્ર રાજ્યમાં લોકો ગરમીથી રાહત લેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ સાથે અમદાવાદમાં 44.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના કેટલાક તાપમાનમાં બેથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાવવાની પણ આગાહી કરી છે.

હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે રાજ્યમાં આગામી 2  દિવસ માટે હિટવેવની આગાહી કરી છે. આજે અને આવતીકાલ માટે અમદાવાદ-ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું