રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , સોમવાર, 27 મે 2024 (14:01 IST)

રાજકોટઃ TRP ગેમ ઝોનમાં 15 દિવસ પહેલાં જ નોકરી કરવા આવ્યા અને કાળનો કોળ્યો બન્યાં

TRP zone Rajkot
TRP zone Rajkot
TRP ગેમઝોનમાં 27થી વધુ લોકોના મૃત્યુ થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે. આ ઘટના બની તેના 15 દિવસ પહેલાં જ વીરપુરથી જિજ્ઞેશભાઈ ગેમઝોનમાં નોકરીએ આવ્યા હતાં. તેઓ આ ઘટનામાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા જતાં પોતે જ કાળનો કોળ્યો બન્યાં હતાં. આજે ચાર લોકોના મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યાં છે.
 
TRP ગેમ ઝોનમાં 15 દિવસ પહેલાં જ નોકરી કરવા આવ્યા હતા
મુળ વીરપુરના જીજ્ઞેશભાઈ કાળુભાઈ ગઢવી TRP ગેમ ઝોનમાં 15 દિવસ પહેલાં જ નોકરી કરવા આવ્યા હતા. અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે અંદર રહેતા મોતને ભેટયા છે. તેમના 10 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક જીજ્ઞેશભાઈના પિતા પણ નથી. જીજ્ઞેશભાઈ ગઢવીના સગાના જણાવ્યા પ્રમાણે, જીજ્ઞેશભાઈ 15 દિવસ પહેલા જ વીરપુરથી રાજકોટના TRP ગેમ ઝોનમાં નોકરી માટે આવ્યા હતા. જીજ્ઞેશભાઈ પાંચ બહેનોમાં એક જ ભાઈ હતા. 
 
12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
જીજ્ઞેશભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું કે, જિજ્ઞેશભાઈ સાથે તેમનાં 12 વર્ષીય પુત્ર હર્ષના DNA મેચ થઈ ગયા હતાં. DNA રિપોર્ટ આવ્યો તેની થોરાળા PSI ચુડાસમાએ ફોન કરી 11 વાગ્યે જાણ કરી હતી. PM રૂમ પર રાત્રે બોલાવ્યા હતા, પરંતુ અમે સવારે 9 વાગ્યે આવ્યા હતાં. મૃતદેહનો નંબર લખ્યો અને રિપોર્ટ નંબર 21 હતો, જેનો વીડિયો ઉતાર્યો અને કહ્યું કે, DNA રિપોર્ટ આપી અને મૃતદેહ સોંપશે. તેમનો પુત્ર હર્ષ 12 વર્ષનો છે અને તેનો DNA સેમ્પલ આપવામાં આવ્યો હતો.