શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (18:32 IST)

સુરતમાં લગ્નના 28માં દિવસે ડોક્ટર યુવતીનો આપઘાત, તાપી નદીમાંથી લાશ મળી

suicide
સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતી ફિઝીયોથેરાપીસ્ટ યુવતીની હનુમાન ટેકરી પાસે આવેલી તાપી નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતીએ 1 મહિના અગાઉ જ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પાલનપુર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય હેમાંગી ડેરિકભાઈ પટેલ વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ છે. જે મંગળવારે બપોરે ઘરેથી નોકરી જવા માટે નીકળી હતી, પરંતુ પોતાના ક્લીનિક પહોંચી નહતી. આ બાબતની જાણ થતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આખરે હેમાંગી ગુમ થવા અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જો કે બુધવારે ગુમ યુવતીનો મૃતદેહ હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી મળી આવ્યો હતો. આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોજી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કર્યો હોવાનું જણાય છે. આટલું જ નહીં, વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના 27 દિવસ અગાઉ જ લગ્ન થયા હતા. હાલ તો યુવતીએ ક્યા કારણોસર અંતિમ પગલુ ભર્યું? તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.