સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (13:51 IST)

ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે, જાણો કયા બિલને મંજુરી મળી

ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. વાત જાણે એમ છે કે, ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે.

ગુજરાતમાં હવે વિરોધ પ્રદર્શન કરવું ભારે પડી શકે છે કારણકે ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત વિધાનસભામાં આ બિલ રજુ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ આ બિલ રાષ્ટ્રપતિન પાસે ગયુ હતું જેના પર આજે મોહર લાગી ગઈ હતી.  ગુજરાત વિધાનસભામા આ બિલ વર્ષ 2021ના માર્ચમાં રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આઈપીસી ધારા 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે. હવે ગુજરાત પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં CRPCની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ પાસેથી આ બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધી શકે તેમજ આ સાથે હવે સરકાર વિરોધી પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે