રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 ડિસેમ્બર 2023 (15:31 IST)

ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, અમદાવાદમાં ATS અને પંજાબ પોલીસની તપાસ, બેની અટકાયત

drugs
ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સની દરિયાથી માર્ગેથી હેરાફેરી થવાના અનેક કિસ્સા બની ચૂકયા છે. બીજી બાજુ રાજ્યમાં ડ્રગ્સ પેડલરો દ્વારા થતી હેરાફેરીને અટકાવવા પોલીસ સક્રિય બની ગઈ છે. ત્યારે ડ્રગ્સના રેકેટ મામલે ATS અને પંજાબ પોલીસની અમદાવાદમાં તપાસ શરૂ કરાઈ હતી. ચાંગોદરમાં ગ્લાસ ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં તપાસ કરવામાં આવી છે. આ કંપનીમાંથી નશાયુક્ત કેપ્શયૂલ સહિત 14.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ પંજાબ પોલીસ દ્વારા બે આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંગોદરમાં ગ્લાસ ફાર્માસ્યુટિકલ્સ નામની ફેક્ટરીમાંથી ટ્રામાડોલ નામની દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પંજાબ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત સુધી લંબાતા ATS અને પંજાબ પોલીસની અમદાવાદમાં તપાસ ચાલી રહી છે.પંજાબ પોલીસ 2 આરોપીની ધરપકડ કરી તપાસ માટે સાથે લઈ ગઈ છે. ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના આદેશ બાદ શરૂ કરાયેલા ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાનમાં એક ગુપ્ત માહિતીના આધારે પંજાબ પોલીસે ગેરકાયદેસર ઓપિયોઇડ ઉત્પાદન અને પુરવઠા એકમોના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે મીડિયાને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આવેલી ફાર્મા ફેક્ટરીઓમાંથી સપ્લાય આવી રહ્યો હતો. પોલીસે દરોડામાં ગેરકાયદે ઓપીયોઇડ ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર સિટી પોલીસે પ્રિન્સ કુમાર નામના સ્થાનિક ડ્રગ સ્મગલરની ધરપકડ કર્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રિન્સની ધરપકડ બાદ એક મહિના સુધી લાંબી તપાસ પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. 14500 ટ્રામાડોલ ટેબલેટની રિકવરી બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો.