શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ઑક્ટોબર 2020 (16:57 IST)

ઉડતા ગુજરાત: ડ્રગ્સના સેવનમાં ગુજરાત નંબર 1, માત્ર 1 વર્ષમાં નોંધાયા આટલા કેસ

ગુજરાતમાં દારૂબંધી હોવાથી ગુજરાતી આસપાસના પડોશી રાજ્યમાં પીવા માટે જાય છે. એમાંપણ કરીને ઉદેપુર અને આબુમાં મોટાભાગે ગુજરાતીઓ પીવા માટે આવતા હોવાથી પંકાયેલું છે. એટલું જ નહી હવે ગુજરાત ડ્રગ્સના સેવનમાં નંબર બની ગયું છે. એક બાજુ ગુજરાતમાં દારુબંધીની વાતો કરવામાં આવી રહી છે ત્યારે NCRB દ્વારા વર્ષ 2019નાં જે આંકડા બહાર પાડવામાં આવી રહ્યા છે એ ચિંતા ઊપજાવે છે. રાજ્યમાં લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત નોંધવામાં આવેલ કેસો સમગ્ર દેશમાં સૌથી વધુ છે. હાલમાં સુશાંત સિંહ મર્ડર કેસમાં ડ્ર્ગ્સ એંગલની તપાસ કરતાં ઘણી જાણિતી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે. ત્યારે હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સને લઈ એક જાણકારી સામે આવી રહી છે. 
 
ગુજરાતમાં પણ છેલ્લા 1 મહિનામાં કરોડોનું MD ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરતમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ સ્કેન્ડલ બહાર આવ્યું છે ત્યારે હાલમાં NCRB એટલે કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ વર્ષ 2019ના ડેટા ચોંકાવનારા છે.
 
NCRBનાં વર્ષ 2019ના આંકડા મુજબ દેશમાં સૌથી વધારે લિકર-નોર્કોટિક ડ્ર્ગ્સ કેસ ગુજરાતમાં નોંધાતા ટોચ પર છે. ગુજરાતમાં મહારાષ્ટ્ર તેમજ તામિલનાડુ કરતાં પણ વધુ કેસ નોંધવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં કુલ 83,156 તથા તમિલનાડુમાં કુલ 1,51,281 કેસ નોંધવામાં આવ્યાં છે. જ્યારે ગુજરાતમાં નશીલાં દ્રવ્યોનું સેવન કરવાના કુલ 2,41,715 કેસ નોંધવામાં આવ્યાં છે.
 
દેશમાં નશીલાં દ્રવ્યોનું સેવનના સૌથી વધારે કેસ ધરાવતાં ટોપ કુલ 5 રાજ્યોમાં કેરળમાં કુલ 29,252, બિહારમાં 49,182, મહારાષ્ટ્રમાં કુલ 83,156 કેસ તેમજ તમિલનાડુમાં કુલ 1,51,281 કેસ વર્ષ 2019માં નોંધવામાં આવ્યાં છે, જ્યારે ગુજરાતમાં કુલ 2,41,715 લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યાં છે.
 
સુરત તથા અમદાવાદમાં દેશમાં સૌથી વધુ કેસ 
NCRBના વર્ષ 2019ના રિપોર્ટ મુજબ લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ એક્ટ અંતર્ગત રાજયના માત્ર 19 શહેરમાં કુલ 1,02,153 કેસ નોંધવામાં આવ્યાં છે. જેમાં સૌથી વધારે કેસ સુરત, અમદાવાદ, મુંબઇ, ચેન્નઇ તથા દિલ્હીમાં દાખલ થયા છે.
 
દિલ્હીમાં કુલ 5,386, ચેન્નઇમાં કુલ 7,925, મુંબઇમાં કુલ 14,051 નશીલાં દ્રવ્યોના કેસ નોંધવામાં આવ્યાં છે, જ્યારે સૌથી વધુ કેસ સુરતમાં કુલ 23,977 તથા અમદાવાદમાં કુલ 20,782 કેસ લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે.