દેશભરમાં ગુજરાતમાંથી આવી રહ્યુ છે ડ્રગ્સ, સામે લાવશે ડ્રગ કનેક્શન, બોલ્યા મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક, ફડણવીસને મોકલી કાયદાકીય નોટિસ
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક (Nawab Malik)એ ગુરૂવારે ડ્રગ્સ મામલે (Drugs Case) પ્રેસ કોન્ફ્રેંસ કરીને કહ્યુ કે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે મારા જમાઈના ઘરમાંથી ડ્રગ્સ મળ્યુ હતુ. નવાબ મલિકે કહ્યુ કે દ્વારકામાં ડ્રગ્સ પકડાયુ, શુ આ સંયોગ છે ? નવાબ મલિકે કહ્યુ એનસીબીના ડીજીને વિનંતી કરતા કહ્યુ કે 1985માં કાયદો એટલા માટે બનાવ્યો હતો કે દેશને નશામુક્ત કરવામાં આવે.
સાથે જ કહ્યુ કે ગુજરાતમાંથી ડ્રગ્સ આવી રહ્યુ છે અને અમે ગુજરાતના ડ્રગ કનેક્શનને દેશ સામે લાવીશુ. નવાબ મલિકે કહ્યુ કે એનસીબીના ડીઝી મામલાને ગંભીરતાથી લેશે આ અમારી વિનંતી છે અને તેની સમગ્ર છાનબીન થવી જોઈએ. નવાબ મલિકે કહ્યુ કે બીજેપી આ પ્રચાર કરી રહી હતી કે નવાબ મલિક લડાઈમાં એકલા પડી રહ્યા છે, પણ મારી સાથે પવાર સાહેબ અને સીએમ બંને છે.
નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર મોટો આરોપ લગાવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ રહીને નકલી નોટોનો ધંધો ચલાવતા હતા. સમીર પણ વાનખેડેનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, કારણ કે ફડણવીસ NCB દ્વારા કરોડો રૂપિયાની ઉચાપતમાં પણ સામેલ છે. એટલું જ નહીં, મલિકે ફડણવીસને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી રિયાઝ અહેમદ સાથેના સંબંધો અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.નવાબ મલિકે પૂછ્યું- 2016માં સમગ્ર દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. દેશભરમાં નકલી નોટો પકડાઈ રહી હતી પરંતુ 8 ઓક્ટોબર '17 સુધી મહારાષ્ટ્રમાં નકલી નોટોનો એક પણ કેસ નોંધાયો ન હતો, કારણ કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં નકલી નોટોનો ખેલ ચાલી રહ્યો હતો. મલિકે મોટો આરોપ લગાવ્યો હતો કે 8 ઓક્ટોબર 2017ના રોજ DRIએ BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) પર દરોડા પાડ્યા હતા જેમાં 14.56 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે આ મામલાને દબાવવામાં મદદ કરી હતી