ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2024 (17:31 IST)

ડમ્પરે 2 સેકન્ડમાં છૂંદી નાખ્યું માથું

bharuch accident
-ભરૂચમાં મહિલા પોલીસકર્મીનું મોત
-ડમ્પરે 2 સેકન્ડમાં છૂંદી નાખ્યું માથું 
-વતનમાં પહોંચે એ પહેલાં જ મોત થયું
 
ભરૂચના ઝઘડિયા ડમ્પરે 2 સેકન્ડમાં માથું છૂંદી નાખ્યું હતું. યુવતી વતનમાં પહોંચે એ પહેલાં જ મોત થયું . . જેમાં ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. એક્ટિવમાં એક મહિલા પોલીસકર્મી તેના પિતા સાથે જતી હતી આ દરમિયાન કાળ બની આવેલ ડમ્પરે મહિલા પોલીસકર્મીને કચડી નાખી હતી. 
 
કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ટૂ-વ્હીલર લઈને આવી રહેલી બીટગાર્ડ યુવતીને ઝઘડિયાના નાના સાંજાના ફાટક પાસે ડમ્પરચાલકે કચડી નાખી હતી આ ઘટનામાં મહિલાકર્મીએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગમાવ્યો હતો. આ ઘટનાના લાઈવ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયું હતું.
 
ભરૂચના ઝઘડિયા અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા પોલીસકર્મીનું મોત થયુ હતુ. ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે , ડમ્પરે મહિલા પોલીસકર્મીને કચડી નાખી