ગુરુવાર, 16 ઑક્ટોબર 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 માર્ચ 2025 (11:17 IST)

ભૂકંપથી ધરતી હચમચી, ગુજરાત અને તાઈવાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ

Earthquake jolted the earth
Earthqukae - આજે ફરી ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. આજે વહેલી સવારે ભારત અને તાઈવાનમાં ભૂકંપ આવ્યો હતો. ભારતમાં સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી અમરેલીના લોકો હચમચી ઉઠ્યા હતા. બીજી તરફ તાઈવાનમાં ભૂકંપ આવ્યો હતો અને આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.
આ ભૂકંપનું કેન્દ્ર દેશના હુઆલીન શહેરથી 96 કિલોમીટર દક્ષિણમાં જોવા મળ્યું હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ તાઈવાનના લોકોમાં ગભરાટનો માહોલ છે. ગુજરાતમાં ગઈ કાલે કચ્છ જિલ્લામાં બે વાર ભૂકંપ આવ્યો હતો. ગઈકાલે આંદામાન અને નિકોબાદ ટાપુઓ અને બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.