શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (18:50 IST)

ફરી એકવાર કચ્છની ધરતી ધ્રૂજી, એક પછી એક ભૂકંપના આંચકાથી લોકો થયા ભયભીત

ફરી એકવાર કચ્છને ધરતી ધ્રૂજી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મંગળવારે કચ્છમાં 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 24 કલાકની અંદર જ એક પછી એક કચ્છમાં ભૂકંપના 5 આંચકા અનુભવાયા છે. જેના લીધે લોકોમાં ભયનો માહોલ છે અને ઘરમાંથી દોડીને બહાર આપી ગયા હતા. 
 
24 કલાકની અંદર 5મી વાર છે જ્યારે કચ્છની ધરતી હલવા લાગી હતી. રિક્ટર સ્કેલ પર આ તમામ આંચકા 2.1 થી 3.5 ની તિવ્રતાના છે. પહેલો આંચકો મંગળવારે રાત્રે 11:07 વાગે આવ્યો હતો. જોકે 3.5ની તીવ્રતાનો હતો. ત્યારબાદ મોડી રાત્રે 1:41 વાગે 2.4 ની તીવ્રતાનો, 1:57 વાગે 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રાત્રે કોઇ આંચકો અનુભવાયો ન હતો. જોકે સવારે 7:4 વાગે 2.1 અને 7:30 વાગે 2.4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેદ્ર બિંદુ ભચાઉ, દુધાઇ અને કંડલા ગામ ચિન્હિત થયું છે. 
 
અત્રે ઉલ્લેખનીય ગત થોડા સમયથી કચ્છના મેન લેંડ ફોલ્ડ લાઇન ફરીથી સક્રિય થઇ છે. તેના લીધે આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતાનો ભૂકંપનો ખતરો છે. કચ્છમાં ચાર ફોલ્ડ લાઇન છે. તેના લીધે અવાર નવાર નાના મોટા ભૂકંપના આંચકા આવતા રહે છે.