1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ઑગસ્ટ 2021 (13:51 IST)

વડોદરાના એજાઝે અનિલ નામથી હિન્દુ મહિલાને ફસાવી, પૂછપરછમાં 6 હિન્દુ યુવતીને ફસાવીને શરીર સંબંધ બાંધ્યાનું કબૂલ્યું

શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન એજાઝ શેખે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. તેણે વડોદરાના સયાજીગંજમાં આવેલી હોટલ તથા સુરતમાં તેના ઘેર લઇ જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, એજાઝની માતા અને બહેને પણ એજાઝને સાથ આપ્યો હતો. પોલીસે એજાઝ, તેની માતા તથા બહેન સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધ્યો છે.પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસમાં સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પ્લેક્સમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન મોહમંદ એજાઝ ઇકબાલ શેખ, તેની માતા અને બહેન સુમૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેનો પતિ દુબઇ રહે છે. 2020માં જૂનમાં એજાઝે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ રિક્વેસ્ટ સ્વીકારતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. તે વખતે તેણે હિન્દુ તરીકે ઓળખાણ આપી જણાવ્યું કે, તે હિન્દુ છે અને તેનું નામ અનિલ પરમાર છે.એજાઝે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરીશ તેવો વાયદો કર્યો હતો. તે પછી એજાઝે વડોદરા આવવાનું શરૂ કર્યું હતું અને લગ્નની પ્રપોઝલ મૂકતાં મહિલાએ જણાવ્યું કે, હું પરિણીત છું અને મારે બાળકો છે. હું લગ્ન કરી શકીશ નહીં, આપણે મિત્ર બની શકીએ. જેથી એજાઝે કહ્યું કે, હું પતિથી છુટાછેડા અપાવી દઇશ અને તારાં બાળકોનો સ્વીકાર કરીશ. એજાઝે વારંવાર મહિલાના ઘેર આવી દુષ્કર્મ કર્યું હતું. તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હતું. એજાઝ તેના સુરતના ઘેર લઇ ગયો હતો, જ્યાં પણ મહિલા પર એજાઝે દુષ્કર્મ કર્યું હતું.આ બનાવ સંદર્ભે ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદ મુજબ મહિલાને ધર્મ માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. તેથી લવ જેહાદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો નથી. પરંતુ આ બનાવની તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ હકીકત બહાર આવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.