શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ઑગસ્ટ 2021 (13:00 IST)

રેલવે પાટા પર લોખંડની એંગલ મુકી રેલવે પરિવહનને ખોરવવાનો પ્રયાસ, જીઆરપી પોલીસે તપાસ હાથ ધરી

દક્ષિણ ગુજરાતમાં મોટી રેલવે દુર્ઘટના થતાં થતાં રહી છે. જેમાં નવસારી અને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે પાટાના જોઇન્ટ પર લોખંડની એંગલ લગાવતાં જીઆરપી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી અને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે પાટાના જોઇન્ટ પર લોખંડની એંગલને રેલવે પરિવહનનએ અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે જ્યારે ગેન્ગ મેન ટ્રેક ચેક કરી રહ્યો હતો તે સમય દર્મિયાન તેને લોખંડનો સળીયો જોવા મળ્યો હતો. જેથી તેણે તાત્કાલિક રેલવે માસ્ટરને જાણ કરી હતી. જેથી વલસાડ જીઆરપીની ટીમે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે. 
 
નવસારી અને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે તીખળખોરોએ રેલવે ટ્રેકના જોઈન્ટ ઉપર લોખંડનો રોડ લગાવી રેલવે વ્યવહારને અસરગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગેન્ગ મેન રેલવે ટ્રેક ચેક કરતા ટ્રેકના જોઇન્ટમાં લોખંડનો રોડ મળી આવ્યો હતો. નવસારી અને ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે કિલોમીટર નંબર 234 ના પોલ નંબર 23 અને 25 વચ્ચે કોઈ અજાણ્યા ઇસમો રેલવે ટ્રેક ઉપર આવેલા જોઈન્ટ વચ્ચે લોખંડનો રોડ મૂકી નાસી છૂટ્યા હતા. 
 
જેના લીધે મુસાફરોના જીવ જોખમ મુકાયા હતા. તાત્કાલિક નવસારી રેલવે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. વલસાડ જીઆરપીની ટીમે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.