ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ (Gujarat) , શુક્રવાર, 17 નવેમ્બર 2023 (20:48 IST)

દિવાળીના ત્રણ દિવસમાં ઇમર્જન્સી કોલ સાત ટકા વધ્યા, અમદાવાદમાં સૌથી વધુ 306 અકસ્માત નોંધાયા

car  accident
ગુજરાતમાં સામાન્ય દિવસોમાં અકસ્માતની સંખ્યામાં 74 ટકા વધી
મારામારી અને પડી જવાના કિસ્સાઓ પણ સૌથી વધુ જોવા મળ્યા
 
ગુજરાતમાં સામાન્ય દિવસોમાં થતાં અકસ્માત અને આગના કેસ કરતાં દિવાળીના તહેવારમાં વધુ કેસ નોંધાયાં છે. (108 Emergency)દર વર્ષે 108 ઈમર્જન્સીને વધુ કોલ મળતાં હોય છે. ત્યારે આ વર્ષે તહેવારના ત્રણ દિવસમાં જ 108ને વિવિધ 12,806 જેટલા કોલ મળ્યા હતા, જેમાં 2253 જેટલા અકસ્માતના કોલ હતાં. (Diwal festival day)બેસતા વર્ષના દિવસે જ રાજ્યમાં સૌથી વધુ અકસ્માતના કોલ 108ને મળ્યા હતાં. (Accident call)સામાન્ય દિવસો કરતાં તહેવારના ત્રણ દિવસમાં ઇમર્જન્સી કોલની સંખ્યામાં 7 ટકા જેટલા વધારો થયો છે. સૌથી વધુ ઇમર્જન્સી કોલ ચાર મહાનગરમાં વડોદરાને બાદ કરતાં ખેડા, દાહોદ, નવસારી, વલસાડ, પંચમહાલ અને બનાસકાંઠામાં મળ્યા છે. જયારે અમદાવાદમાં સૌથી વધુ 306 અકસ્માત નોંધાયા છે.
 
ત્રણ દિવસમાં 69 જેટલા લોકો દાઝી ગયા હતા
108 ઈમર્જન્સી સેવાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સામાન્ય દિવસોમાં અકસ્માતની સંખ્યામાં 74 ટકા વધી છે. બીજી તરફ દિવાળીના ત્રણ દિવસમાં 2253 જેટલા અકસ્માતના બનાવો બન્યા હતા. 1762 ટૂ-વ્હીલર, 153 જેટલા થ્રી-વ્હીલર અને 244 જેટલા ફોર-વ્હીલરના અકસ્માતના બનાવ બન્યા હતા. ફટાકડાના કારણે દાઝી જવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. ત્રણ દિવસમાં 69 જેટલા લોકો દાઝી ગયા હતા. સૌથી વધુ સુરતમાં 15 જેટલા લોકો દાઝયા હતા. દિવાળીના દિવસે 41, નવા વર્ષના દિવસે 17 અને ભાઈબીજના દિવસે 11 જેટલા લોકો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
 
મારામારી અને પડી જવાના કિસ્સાઓ પણ સૌથી વધુ જોવા મળ્યા
દિવાળીના તહેવાર દરમિયાન માત્ર આગ અકસ્માત જ નહીં, પરંતુ મારામારીના, પડી જવાના, દાઝી જવાના એવા અલગ અલગ કિસ્સાઓ પણ વધ્યા છે. ત્રણ દિવસમાં મારામારી અને પડી જવાના કિસ્સાઓ પણ સૌથી વધુ જોવા મળ્યા છે. કુલ 669 જેટલા કોલ મારામારીના મળ્યા હતા, જેમાં અમદાવાદમાં 141 જેટલા કોલ હતા. જ્યારે પડી જવાના 649 જેટલા કોલ મળ્યા હતા. અરવલ્લી, મહીસાગર દાહોદ, ખેડા, બોટાદ, છોટાઉદેપુર, પાટણ સહિતના જિલ્લાઓમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બન્યા હતા. સામાન્ય દિવસો કરતાં દિવાળી અને નવા વર્ષના દિવસે સૌથી વધારે અકસ્માત થયા છે.