બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2023 (14:42 IST)

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલાં બંને ટીમો રિવરફ્રન્ટ ક્રૂઝ પર ડિનર કરશે

riverfront ahmedabad
વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે. ગઈકાલે જ ભારતીય ટીમ અમદાવાદ આવી ગઈ છે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ આજ સાંજ સુધીમાં અમદાવાદ ખાતે પહોંચશે. ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન અને ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર કરશે.

સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજની પણ મુલાકાત લેશે. બંને ટીમના કેપ્ટન જ્યારે રિવરક્રૂઝ પર આવવાના છે ત્યારે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર ગોઠવવામાં આવશે.

રિવરક્રૂઝ પર બંને ટીમના કેપ્ટન ગુજરાતી નાસ્તો- ખમણ, ઢોકળાં ખાઈ મોજ માણશે. હાલ આ મામલે રિવરફ્રન્ટ કોર્પોરેશનને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા, હાલ સિક્યુરિટી સહિતની વ્યવસ્થા માટે મિટિંગ કરવામાં આવી રહી છે. આયોજન પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.ૉ