1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 17 નવેમ્બર 2023 (11:32 IST)

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવી છે? ફ્લાઈટની ટિકીટના ભાવ સાતમા આસમાને પહોંચ્યા

world cup match
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં પરાસ્ત કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ત્યારે અમદાવાદમાં આગામી 19 નવેમ્બરે યોજાનાર ફાઈનલ મેચ જોવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટોની ટિકીટોના ભાવમાં પણ સાત ગણો વધારો થવા પામ્યો છે.

હોટેલોમાં બુકિંગ પણ હાઉસફૂલ થઈ ગયાં છે. તે ઉપરાંત દિલ્હી અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટોના ભાડાં પણ આસમાને પહોંચ્યાં છે. હાલમાં સ્થિતિ એવી છે કે, સીધી અમદાવાદ આવતી ફ્લાઈટની ટિકિટ પણ મળવી મુશ્કેલ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો મેચ જોવા માટે અમદાવાદ આવવું હશે તો અન્ય એરપોર્ટ પર સ્ટોપ લઈને આવવું પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના ધસારાને લઇને ડોમેસ્ટિક ફ્લાઈટનાં ભાડાંમાં 8 ગણા સુધીનો વધારો થયો છે, જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટનાં ભાડાંમાં 4 ગણા સુધીનો વધારો જોવા મળ્યો છેફાઇનલ મેચ જોવા માટે દુબઈ, સિંગાપોર, કેનેડા, લંડન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે એવી શક્યતા છે, જ્યારે ભારતમાંથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઇ સહિતનાં શહેરોમાંથી લોકો મેચ જોવા આવે એવી શક્યતા સેવાઈ રહી છે. મુંબઈ, હૈદરાબાદ તથા ચેન્નઈથી આવતી ફ્લાઈટના ભાવમાં પણ ધરખમ વધારો છે.