1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વિજાપુર , ગુરુવાર, 16 નવેમ્બર 2023 (17:07 IST)

અહિં યોજાશે માતાજીનું ભવ્ય મામેરૂં

harsiddhi
તાલુકામાં આવેલા લાડોલ ગામે સાત દિવસ સુધી હરસિધ્ધિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.જેમાં સાત દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને ગરબાનું આયોજન પણ થશે. આગામી 15 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાશે. આ કાર્યક્રમમાં વારાણસી,દિલ્હીથી વેશભૂષા કાર્યક્રમ માટે કલાકારોની 15 ટીમો લાડોલ આવશે. કથામાં આ ટીમ વિવિધ પાત્રો ભજવશે અને કથામાં જોડાશે. 
 
આ મહોત્સવ દરમિયાન માતાજીનું પ્રથમ વખત મામેરું ભરવામાં આવશે.યજમાન દ્વારા રત્ન જડિત મૃગટ થતા તમામ શણગાર માતાજીને અર્પણ કરાશે અને આ મામેરું દર્શન માટે મુકવામાં આવશે.તેમજ ભવ્ય શિવજીનો વરઘોડો નીકળશે.વિશ્વાસ ભાઈ જાનીએ જણાવ્યું કે આ મહોત્સવની વિશિષ્ટતા એ છે કે, તેઓ પ્રથમ વખત માતાજીનું મામેરું ભરવા જઈ રહ્યા છે.જેમાં માતાજીને ડાયમંડના મુગટ સહિતના વસ્ત્રો અર્પણ કરવામાં આવશે. આ મહોત્સવને લઈ ઊંઝા ઉમિયા ધામ ખાતે આમંત્રણ આપવા માટે 100 થી વધુ ગાડીઓનો કાફલો જોડાયો હતો એ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટશે.