સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 નવેમ્બર 2023 (15:16 IST)

weather Updates- બ્લેંકેંટ અને સ્વેટર કાઢી લો નહી તો ઠંડીથી ઠૂંઠવાઈ જશો

રાજ્યમાં ઠંડીનો ચમકારો, 13 ડિગ્રીએ ગગડ્યો પારો- ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીની થઈ શરૂઆત  થઈ ગઈ છે. બનાસકાંઠાના ડીસામાં ગઈ કાલે 16 ડિગ્રી તો આજે 17 ડિગ્રી નોંધાયું તાપમાન. હવામાન વિભાગે કહ્યું- હજુ ઠંડી વધશે. 
 
રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે.
 
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો, 13 ડિગ્રીએ ગગડ્યો પારો. દિવાળીના તહેવારની સાથે જ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે.
 
દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ થી 7 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન જવાની શક્યતા છે.
 
ઉલ્લેખનીય છેકે, ગઈ કાલે નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવનારા 5 દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડી શકે છે. જેને કારણે ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં પણ આબુ જેવો અહેસાસ થશે.