મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 17 નવેમ્બર 2023 (21:00 IST)

ટીમ ઈન્ડિયા જીતશે તો અમદાવાદમાં થશે આવુ

team india
19 નવેમ્બરનો રવિવાર ફકત અમદાવાદીઓ માટે જ નહી પરતું દેશના તમામ લોકો માટે ખાસ છે. બધાએ પોતાપોતાની રીતે કાર્યક્રમ સેટ કરી લીધો છે. કારણ કે આ દિવસે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે.  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મહામુકાબલામાં 19 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાની સામે વર્લ્ડ કપમાં ભારતની જીત થશે, તો ભારતીય ટીમ દ્વારા અમદાવાદમાં રોડ શો યોજી ચાહકોનું અભિવાદન ઝીલવામાં આવશે. આ રોડ શોમાં ઓપન બસમાં બેસીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂરી ટીમ લોકો વચ્ચે જશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં આ રોડ શો યોજાશે એવી સંભાવના છે.
 
ભારતીય ક્રિકેટ હોટલ ITC નર્મદાથી મેચ પ્રેક્ટિસ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવાના થવાની હતી. ત્યારે ક્રિકેટ-લવર્સની ભારે ભીડ હોટલની બહાર ઊમટી હતી. ફેવરિટ ક્રિકેટરની એક ઝલક જોવા માટે દર્શકોએ બેથી ત્રણ કલાક સુધી રાહ જોઈ હતી
 
બુધવારે મુંબઈ ખાતે રમાયેલ પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.  ત્યારે ગુરૂવારે મોડી રાત્રે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી હતી. ત્યારે ગત રોજ સાઉથ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચ્યું હતુ.  ઓસ્ટ્રેલિયા આજે અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. ત્યારે શનિવારે બંને ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટીસ કરશે તો બીજી બાજુ આખો દેશ બે દિવસ ઈશ્વરને પ્રાર્થના કરશે કે આ વખતે વિશ્વકપ ભારતના હાથમાં આવે... ભારતીય ક્રિકેટ હોટલ ITC નર્મદાથી મેચ પ્રેક્ટિસ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવાના થવાની હતી.  ક્રિકેટ-લવર્સની ભારે ભીડ હોટલની બહાર ઊમટી હતી. ફેવરિટ ક્રિકેટરની એક ઝલક જોવા માટે દર્શકોએ બેથી ત્રણ કલાક સુધી રાહ જોઈ હતી.ICCની ફાઇનલ મેચ દરમિયાન મનોરંજન માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાયક કલાકારો સ્ટેડિયમમાં હાજર લોકોનું મનોરંજન કરશે. પ્રીતમ અને જોનીતા ગાંધી સહિત કુલ 6 જેટલાં ગાયક કલાકાર પર્ફોર્મ કરશે. ઓલ ધ બેસ્ટ ઈન્ડીયા...