શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (11:47 IST)

રાજકોટ - ઈગ્લીશ દારૂની 4860 બોટલનો ટ્રક ઝડપાયો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારની સમથેરવા ગામની સરકારી ખરાબાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮૬૦ કિ. રૂ.૧૮,૨૨,૫૦૦/- તથા ટ્રક અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ 
 
રેન્જમાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા માટે તેમજ આવી ગે.કા. પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવા માટે ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ રાજકોટ રેન્જ નાઓએ રેન્જના તમામ જીલ્લાઓને સુચના કરેલ જે અન્વયે પો.ઇન્સ.શ્રી એમ.પી.વાળા નાઓને હકીકત મળેલ કે વસંત કાનજીભાઇ વાણીયા રહે. પીપળી સુરેન્દ્રનગર વાળો વાંકાનેર તાલુકાના સમથેરવા ગામે ઇંગ્લીશ દારુનુ કટીંગ કરવાનો હોય હકીકત આધારે સ્ટાફના રસીકભાઇ પટેલ, કુલદીપસિહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા તથા ધર્મેન્દ્રસિહ વાઘેલા નાઓએ ટ્રકમા ચોરખાનુ બનાવી પોતાના આર્થિક ફાયદા સારૂ વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સમથેરવા ગામની સરકારી ખરાબાની વીડીમાં રાખી  પોલીસની હાજરી પામી જતા વિદેશી દારૂ ભરેલ ટ્રક જગ્યા પર છોડી નાશી જતા ભારતિય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ એમ.એલ. ની કંપની સીલબંધ બોટલો કુલ નંગ ૪૮૬૦/- કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦/- નો તથા ટ્રક નં જીજે ૦૩ એ.ટી.૨૧૧૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ મળી આવતા આરોપી (૧) વસંત કાનજીભાઇ વાણીયા રહે, પીપળી તા. પાટડી જી.સુરેન્દ્રનગર તથા (૨) ટ્રક નં જીજે ૦૩ એ.ટી. ૨૧૧૯નો ડ્રાઇવર તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.