ગીરમાં સિંહ દર્શન માટે દિવસો પહેલા બુકિંગની ઝંઝટમાંથી મુક્તિ
એશિયાટિક સિંહ દર્શન માટે દુનિયાના એકમાત્ર સ્થળ ગીરમાં આવતા લોકોના ઉત્સાહ અને પ્રવાસીઓની સંખ્યાને જોતા વન વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. લાયન સફારી માટેના એડવાન્સ બુકિંગના નિયમોને હળવા કરવામાં આવ્યા છે.હવે, નવા નિયમ મુજબ પ્રવાસીઓ લાયન સફારી માટે 30 મિનિટ પહેલા પણ બુકિંગ કરાવી શકશે. જે હાલ 48 કલાક અથવા 2 દિવસ જેટલું અગાઉ કરાવવું પડતું હતું. આ કારણે ક્યારેક અચાનક ટ્રિપનો પ્લાન કરી પહોંચેલા લોકોને ઉદાસ ચહેરે પરત ફરવું પડતું હતું.
આ ઉપરાંત ટુરિસ્ટ્સના ફાયદા માટે વન વિભાગે વેઇટિંગ લિસ્ટનો પણ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. તેમજ વિઝિટની પરમિટ કેન્સલ કરાવવાનો સમયગાળો પણ 48 કલાકથી ઓછો કરીને 2 કલાક કરી દેવામાં આવ્યો છે. હાલ સાસણ પાસે આવેલ દેવળીયા સફારી પાર્કમાં સિંહ જોવા માટે તમે ઓનલાઇન પરમિટ બુક કરવી પડે છે. હવે ટુરિસ્ટ માત્ર 30 મિનિટ પહેલા વિઝિટ માટે બુકિંગ કરાવી શકશે. તેમજ પ્રવાસીઓના ફાયદા માટે અમે વેઇટિંગ લિસ્ટનો પણ કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. વન વિભાગ દ્વારા વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને SMS દ્વારા પરમિટ કન્ફર્મેશનની જાણકારી આપવામાં આવશે અને જો પરમિટ કન્ફર્મ નહીં થાય તો ફીની પૂર્ણ રકમ રીફન્ડ કરવામાં આવશે