ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 માર્ચ 2022 (10:56 IST)

વડાપ્રધાન મોદીએ ઉદઘાટન કર્યાનાં 5 વર્ષ પછી પણ વડોદરાના આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પરથી વિદેશની ફ્લાઇટ શરૂ ન થઈ શકી

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યાનાં સવાપાંચ વર્ષ પછી પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટના લંબાઇ અને પહોંળામાં ટૂંકા રન-વેને કારણે અમેરિકા કે કેનેડા જતી 500 પેસેન્જરની ક્ષમતાવાળી મોટી ફ્લાઇટ લેન્ડ કે ટેકઓફ કરી શકે એમ નથી.

જેથી વડોદરાવાસીઓ માટે આવી સીધી ફ્લાઇટનું ભાવિ અદ્ઘરતાલ છે. સાંસદ રંજનબેન વડોદરામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રયાસો કરી રહ્યા છે. તેમજ જ્યારે આ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન સવા પાંચ વર્ષ પહેલા થયું ત્યારે પણ વડોદરાના સાંસદ તરીકે હાજર હતાં. વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક પરથી સાંસદ પદ છોડતા રંજનબેનને ભાજપની ટિકિટ આપવામાં આવી હતી અને ત્યારથી તેઓ સતત બીજી ટર્મ માટે પણ વડોદરાના સાંસદ છે.એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં નવું આંતરરષ્ટ્રીય ટર્મિનલ તો તૈયાર છે. પરંતુ, આતંરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે જરૂરી કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા અહીં હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો આ સુવિધાઓ અહીં શરૂ થઇ શકે.વડોદરાના એરપોર્ટનો રન-વે હાલ 2466 મીટરનો છે, જેના પર 200 જેટલા મુસાફરોને લઇ જતી ફ્લાઇટ જ લેન્ડ કે ટેકઓફ થઇ શકે. પરંતુ કેનેડા કે અમેરિકા જેવા દેશોમાં જતી 300થી 500 પેસેન્જરની ફ્લાઇટ માટે હાલનો રન-વે લંબાઇ અને પહોંળાઇ એમ બંને રીતે ટૂંકો પડે છે. જો કે, 200 પેસેન્જરની ક્ષમતાવાળી સીધી ફ્લાઇટ ભારતના પડોશી દેશો દુબઇ કે શ્રીલંકા માટે શરૂ થઇ શકે તેમ એરપોર્ટ સૂત્રોએ ઉમેર્યું હતું. હાલ વડોદરા એરપોર્ટ પર 200 જેટલા પેસેન્જરની કેપેસિટીવાળા વિમાન જ ઓપરેટ થાય છે. ઉલ્લેખનીય છે કે, આંતરષ્ટ્રીય કક્ષાના વિમાનને લેન્ડ કરાવવા માટે અંદાજે 3300 મીટરના રનવેની જરૂર પડે છે.વડાપ્રધાન મોદીએ તે સમયે ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે, વીજળી ઉત્પન્ન કરવાના કોલસાની રાખમાંથી બનેલી ઇંટોનો ઉપયોગ વડોદરાના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલને બનાવવા માટે કરવામાં આવ્યો છે. એક અંદાજ અનુસાર આગામી પાંચ વર્ષમાં અમેરિકાની જનસંખ્યા જેટલા લોકો દર વર્ષે ભારતના એરપોર્ટ્સ પર હશે.