આ વર્ષે પણ અમદાવાદીઓ કલબમાં હોળીની ઉજવણી નહી કરી શકે
છેલ્લા બે વર્ષથી કોરોનાનાએ જે રીતે ગુજરાતને જકડ્યુ હતુ તે દરમિયાન ગુજરાતમાં અનેક તહેવારો અને મેળાઓનુ આયોજન બંધ રાખવામાં આવ્યુ હતુ. આ વર્ષે કોરોનામાં થોડી રાહત તો જોવા મળી છે પરંતુ અમદાવાદીઓ માટે એક નિરાશાજનક સમાચાર છે. આ વર્ષે અમદાવાદની કલબોએ હોળીની ઉજવણીની મંજુરી આપી નથી.
હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં પહેલાં કરતા થોડોક આંશિક ઘટાડો થયો છે. ત્યારે સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ તો આપી દેવાઇ છે. પરંતુ રાજ્યમાંથી હજુય કોરોના સંપૂર્ણપણે ચાલ્યો નથી ગયો. ત્યારે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદની ક્લબો દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. શહેરની નામાંકિત ક્લબો જેવી કે રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં કરાય.
રાજ્યમાં કોરોનાનું હજુ પણ આવનજાવન ચાલુ જ છે. ત્યારે એ પરિસ્થિતિને જોતા શહેરની આ નામાંકિત ક્લબોએ જનતાના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કારણ કે જો હોળીમાં સેલિબ્રેશન કરવા માટે જો ફરીથી લોકો એકત્ર થશે તો ફરીથી શહેરમાં કોરોનાના કેસ નહીં વધે તેની કોઇ ગેરંટી નહીં. આથી જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 2 વર્ષથી રાજ્યમાં કોરોનાના કારણે તમામ ઉજવણીઓ પર પ્રતિબંધ લદાયો હતો. જો કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનમાં જરૂરી છૂટછાટો પણ આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં થઇ શકે.