બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 14 માર્ચ 2022 (13:54 IST)

How To Link Adhar With Pan Card - જો લિંક નથી કર્યુ તો આપવો પડશે 10000 રૂપિયાનો દંડ, આ છે અંતિમ તારીખ ?

જો તમે અત્યાર સુધી તમારા આધાર કાર્ડ  (Aadhar Card)ને પેન કાર્ડ  (PAN Card)સાથે લિંક નથી કર્યુ તો તમારે સાવધ થવાની જરૂર છે.  કારણ કે સરકાર (Government) પહેલા જ આધર કાર્ડને પેન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખને અનેક વાર આગળ વધારી ચુકી છે અને વર્તમાન સમયમાં આની અંતિમ તારીખ 31 માર્ચ 2022 છે.

સરકાર તરફથી આધાર અને પેન કાર્ડને લિંક કરવા માટે 31 માર્ચ 2022 સુધીનો સમય  આપવામાં આવ્યો છે. આ સમયમા આધાર અને પેન કાર્ડને લિંક ન કરનારાઓનુ પેન કાર્ડ ઈનએક્ટિવ કરી શકાય છે. આ સાથે જ કાર્ડધારક પર મોટો દંડ પણ લગાવી શકાય છે. 
 
અંતિમ તારીખ પછી આધાર અને પેન કાર્ડ લિંક કરવા પર એક હજાર રૂપિયા ફી આપવી પડશે. બીજી બાજુ જો આ દરમિયાન ઈનએક્ટિવ પેન કાર્ડનો ઉપયોગ કર્યો તો આ સ્થિતિમાં દંડ 10 હજાર રૂપિયા સુધીનો થઈ શકે છે. 

ઓનલાઈન કરી રીતે લિંક કરવા?
 
ઓનલાઈન લિંક કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ઓપન કરો. ત્યાં તમને Link Aadhar(લિંક આધાર)નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે. તેમાં તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચા કોડ(Captcha Code) દાખલ કરવો પડશે. આ પછી લિંક આધાર(Link Aadhaar) પર ક્લિક કરો. Error ન બતાવે અને Sucessfulનો મેસેજ આવશે, એટલે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઈ જશે.