શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 માર્ચ 2022 (18:42 IST)

બિગ બજારનુ બદલાશે નામ, નવા માલિક મુકેશ અંબાણીની આ છે યોજના

જો તમે ખરીદી માટે બિગ બજારના આઉટલેટ પર જાઓ છો, તો તમે એક ખાસ ફેરફાર જોઈ શકો છો. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આગામી દિવસોમાં ફ્યુચર ગ્રુપના બિગ બજાર આઉટલેટ્સના નામ બદલાશે.
 
હકીકતમાં, ફ્યુચર ગ્રૂપનો રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે. કંપની ફ્યુચર ગ્રુપના બિગ બજાર આઉટલેટની જગ્યાએ તેની નવી રિટેલ સ્ટોર બ્રાન્ડ સ્માર્ટ બજાર(Smart Bazaar) લોન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટમાં બે અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ શાખા લગભગ 950 પ્રોપર્ટીમાં પોતાના સ્ટોર ખોલવા પર કામ કરી રહી છે.
 
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ રિટેલ આ સ્થળોએ ઓછામાં ઓછા 100 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે, જેમાં કેટલાક સ્માર્ટ બજાર સ્ટોર્સનો સમાવેશ થાય છે. જો કે, હજુ સુધી આ મામલે રિલાયન્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ન તો ફ્યુચર ગ્રૂપે કંઈ કહ્યું છે.
 
તાજેતરમાં, ભારતીય રિટેલ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના પ્રયાસરૂપે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિટેલે ફ્યુચર રિટેલને નોટિસ મોકલી છે. આ નોટિસ 950 સ્ટોરની પેટા-લીઝ સમાપ્ત કરવા માટે છે જે તેણે અગાઉ કબજે કરી હતી.