1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 માર્ચ 2022 (16:43 IST)

બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

વડોદરા શહેર યુથ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વિરોધ વચ્ચે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે સાથે દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પણ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે 500 એમ.એલ. અમૂલ ગોલ્ડ, 500 એમ.એલ. અમૂલ શક્તિ 200 એમ.એલ. ગાયનું દૂધ અને છાશના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

જોકે 5 લીટર અમૂલ ગોલ્ડના પાઉચના ભાવમાં 10 રૂપિયાનો ભાવવધારો કરવોમાં આવ્યો છે. આજે બરોડા ડેરી ખાતે મળેલી નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલના અધ્યક્ષ સ્થાને બરોડા ડેરીના નિયામક મંડળની બેઠક મળી હતી. દૂધના ભાવમાં વધારો કરવા માટે આજે ખાસ બેઠક મળી હતી. જેમાં લાંબી ચર્ચાના અંતે 500 એમ.એલ. અમૂલ તાઝા, 500 એમ.એલ. અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ અને 500 એમ.એલ. અમૂલ ગાયના દૂધમાં પ્રતિલીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે સાથે દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પણ રૂપિયા 25નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, અમુલ દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પણ ભાવ વધારો થયો છે.જ્યારે બરોડા ડેરીના ઉપ પ્રમુખ ગણપતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ સહિત ઘાસચારામાં થયેલા ભાવ વધારાના પગલે બરોડા ડેરીને પણ દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. આવતીકાલથી અમલમાં આવે તે રીતે આ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે 500 એમએલ શક્તિ અને 500 એમ.એલ. ગોલ્ડમાં તેમજ 200 એમ.એલ. ગાયના પાઉચમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તદુપરાંત છાશમાં પણ કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.વડોદરા શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા દૂધનો ભાવ વધારો ન કરવા માટે બરોડા ડેરીના એમ.ડી. ને રજૂઆત કરી હતી. તેમજ દેખાવો, સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવો જરૂરી હોવાથી આવતીકાલથી અમલમાં આવે તે રીતે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.