ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હીઃ , શુક્રવાર, 11 માર્ચ 2022 (18:37 IST)

Good News - ચૂંટણીના પરિણામ બાદ મોંધુ નહી સસ્તુ થયુ પેટ્રોલ-ડીઝલ, હજુ ઘટશે ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતઃ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ પેટ્રોલ-ડીઝલ મોંઘું નહીં પણ સસ્તું થઈ ગયું છે. આ સમાચાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવમાં એક રૂપિયો પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. હકીકતમાં, રુસો-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો હતો.
 
12 થી 16 રૂપિયા સુધીનો વધારો થવાની હતી આશા 
 
ક્રૂડના વધારા વચ્ચે નિષ્ણાતો ચૂંટણી બાદ પેટ્રોલના ભાવમાં 12 થી 16 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ હવે ભાવ ઘટવાથી લોકો ખુશ છે. આગામી સમયમાં ભાવ વધુ ઘટે તેવી શક્યતા છે. બે દિવસમાં ક્રૂડ 139 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 108.7 ડોલર થઈ ગયું છે.
 
કયા શહેરમાં ભાવ કેટલા ઘટ્યા?
 
શુક્રવારે ભુવનેશ્વરમાં પેટ્રોલનો ભાવ 102.27 રૂપિયાથી ઘટીને 101.81 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. જયપુરમાં રેટ 108.07 રૂપિયાથી ઘટીને 107.06 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તે જ સમયે ડીઝલ 91 પૈસા ઘટીને 90.70 રૂપિયા પર આવી ગયું છે. પટનામાં શુક્રવારે સવારે 106.44 રૂપિયાથી 105.90 રૂપિયા સુધીનો દર જોવા મળ્યો હતો.
 
મેટ્રો સિટીમાં કોઈ ફેરફાર નહીં
 
જો કે ગુડગાંવમાં પેટ્રોલના દરમાં મામૂલી વધારા સાથે તે 95.59 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જ્યારે નોઈડામાં રેટ વધીને 95.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. મેટ્રો શહેરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નવી દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં ભાવ અનુક્રમે રૂ. 95.41, 104.67, 109.98, 91.43, અને રૂ. 101.40 પ્રતિ લિટર છે.