રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (13:24 IST)

હેડક્લાર્ક ભરતીની પરીક્ષાની તારીખ જાહેર

હેડક્લાર્ક ભરતીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. હેડ ક્લાર્કની પરીક્ષા 20 માર્ચે લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળે આ વિષે પરિપત્ર બહાર પાડી માહિતી આપી છે. પેપરનો સમય બપોરે 12થી 2 વાગ્યાનો રહેશે. 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું હતું જે બાદ હેડ ક્લાર્કની પરીક્ષાની ભરતી રદ્દ થવાની જાહેરાત સરકાર તરફથી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી 
 
હેડ ક્લાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કૉલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખ 20 માર્ચ, 2022ના દસ દિવસ પહેલા મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ ચેક કરતા રહેવા હોવાનુ જણાવ્યુ છે