શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (18:54 IST)

પરીક્ષા જાહેર થઈ ગઈ/ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 19 થી 27 માર્ચથી લેવાશે,બીજા સત્રની પરીક્ષા નહીં લેવાય, 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7 થી 15 જૂન વચ્ચે લેવામાં આવશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાનું પ્લાનિંગ જાહેર કર્યું,9 અને 11 માં પ્રથમ પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકનના ગુણ સ્કૂલોએ મુકવાના રહેશે.
70 ટકા અભ્યાસક્રમ અને નવા પ્રશ્નપત્ર ના પરિરૂપ ના આધારે પરીક્ષા લેવામાં આવશે.
કોરોનાના કારણે ઓફલાઇન શિક્ષણ બંધ હતું, હવે તબક્કાવાર શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ રહ્યું છે તયારે રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પરીક્ષા નું પણ પ્લાનિંગ જાહેર કરી દીધું છે, જેમાં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે
 
ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.9થી 12માં પ્રથમ પરીક્ષા અને ધો.9 અને 11માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મજુબ ધો.9થી12માં 19મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા શરૂ થશે અને 7 જુનથી ધો.9 અને 11માં વાર્ષિક પરીક્ષા લેવાશે. કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10-12ની અને ત્યારબાદ ધો.9 અને 11ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે રેગ્યુલર શરૂ કરી છે. હવે સ્કૂલોમાં જ વિદ્યાર્થીઓની હાજરી સાથે પરીક્ષાઓ પણ લેવાશે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે.
 
સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધો.9 થી12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે ત્યારે સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહી લેવાય. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનાર ન હોવાથી માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકનના ગુણ સ્કૂલોએ મુકવાના રહેશે.