GSEB 10-12th Time Table 2021 - મે મહિનામાં શરૂ થશે ધોરણ 10 અને 12માની પરીક્ષા, સિલેબસમાં 30 ટકાનો ઘટાડો
બોર્ડ પરીક્ષાનુ ક્યુ પેપર ક્યારે જાણો અહી
ગુજરાતમં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખૂલી ગઇ છે. તો બીજી તરફ બુધવારે ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12મા ધોરણની પરીક્ષાના તારીખોની જાહેરાત કરી છે. આ બંને ધોરણની પરીક્ષાઓ 10 મેથી શરૂ થશે અને 25 મે સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી રહેશે. જેથી 10ની પરીક્ષાનો સમય 10 વાગ્યાથી રહેશે.
કોરોના મહામરીના લેધે સ્કૂલ લગભગ 10 મહિના સુધી બંધ રહી. જેના લીધે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકરે પાઠ્યક્રમ ઓછો કરવાનો નિર્ણય કર્યો હતો. તે મુજબ ધોરણ 9 થી 12 સુધીના કોર્સમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપ્રત્રમાં 50 ટકા પ્રશ્ન બહુ વિકલ્પીય અને 50 ટકા પ્રશ્ન વર્ણનાત્મક રહેશે. પરીક્ષા કાર્યક્રમની સૂચના અત્યારે શિક્ષાણાધિકારીઓના માધ્યમથી તમામ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોને મોકલી દેવામાં આવી છે. સાથે જ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાણકારી અપલોડ કરવામાં આવી છે.