શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (09:35 IST)

ગુજરાતનું બજેટ પણ હશે પેપરલેસ, બદલાઇ શકે છે બજેટની તારીખ

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્રારા પેપર લેશ બજેટ રજૂ કર્યા બાદ હવે ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલએ જાહેરાત કરી છે કે કેંદ્ર સરકારની માફક ગુજરાત સરકાર પણ આ પેપરલેસ બજેટ રજૂ કરશે. સાથે જ તમામ ધારાસભ્યોને બજેટના ડોક્યૂમેંટ પેન ડ્રાઇવમાં આપવામાં આવશે. જોકે ગુજરાત સરકારે ગત વર્ષે પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી. 
 
ડેપ્યુટી સીએમ નીતીન પટેલે જણાવ્યું કે આ વખતે પણ પેપરલેસ બજેટ રજૂ થશે. ફક્ત લાઇબ્રેરી અને રેકોર્ડ માટે 150 કોપી છપાવવામાં આવશે. સાથે જ તમામ ધારાસભ્યોને બજેટના ડોક્યુમેંટ પેન ડ્રાઇવમાં આપવમાં આવશે. બાકીની કોપી અને અન્ય ડોક્યુમેંટ પેન ડ્રાઇવમાં આપવામાં આવશે. કાગળના બદલે સત્તાવાર સોફ્ટ કોપીના રૂપમાં જ હશે. બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભામાં બજેટ રજૂ કરવાની તારીખમાં ફેરફાર થઇ શકે છે. 
 
તો બીજી તરફ 3 માર્ચ રજૂ થવાની છે. પહેલાં પણ 3 માર્ચના રોજ બજેટ રજૂ કરવાનો વિચાર કર્યો હતો. પહેલાં વિધાનસભા દ્રારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં બજેટ 2 માર્ચના રોજ રજૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજના પરિણામ 2 માર્ચના રોજ આવશે. એટલા માટે હવે ફરીથી 3 માર્ચના રોજ વિચાર કરવામાં આવી રહ્યો છે.