શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (10:46 IST)

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી, 20 મુસાફરો બચી ગયાં

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી હતી. અચાનક આગ લાગતા અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા. ત્યારે બસમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.આ બસ અમદાવાદથી બોમ્બે જતી હતી. ત્યારે અચાનક જ બસમાં આગ લાગી હતી. GJ 36 T 9997 નંબરની ફાલ્કોન ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી. ત્યારે બસમાં સવાર તમામ 20 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, બસ સળગતા જ બસચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ પહેલાં સુરતમાં પણ ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું