Surat - સ્કુલવાનને નડ્યો ભયંકર અકસ્માત- CCTV
સુરતના અલથાણ વિસ્તારમાં નવ વિદ્યાર્થીઓથી ભરેલી વાનને કારે ટક્કર મારતા એક બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા, અન્ય બાળકોને પણ નાની મોટી ઇજા, સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સ્કૂલ વાનનો અકસ્માત થયો છે. સુરતના અલથાણ વિસ્તારમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનને પૂરપાટ ઝડપે આવી રહેલી બ્લેક રંગની કારે ટક્કર મારતા એકાએક સ્કૂલ વાન પલટી મારી ગઇ હતી. આ સ્કૂલ વાનમાં 9 બાળકો સવાર હતા જેથી કારમાં સવાર એક બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે જ્યારે અન્ય બાળકોને પણ નાની મોટી ઇજા પહોંચી છે.