રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (22:42 IST)

સગા પિતાએ પૈસાની લાલચમાં 12 વર્ષની દીકરીને દેહવ્યાપારના કીચડમાં ધકેલી

શહેરના (Vadodara) વાઘોડિયારોડ હાઇવે ચોકડી પાસે આવેલા સનરાઇઝ કોમ્પલેક્સમાંથી પીસીબી પોલીસે રેડ પાડીને કુંટણખાનુ (Prostitution) ઝડપી પાડ્યુ હતુ. જેમાંથી મહિલા દલાલ અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડવામા આવ્યા હતા. પોલીસને ફ્લેટમાંથી ત્રણ કોલગર્લ પણ મળી આવી હતી. આ મામલામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ દેહ વેપારમાં સુરતના (Surat) વ્યક્તિએ પોતાની જ 12 વર્ષની દીકરીને અહીં ધકેલી હતી. પોલીસ તપાસમાં આ માહિતી સામે આવી છે.  વોટ્સએપ મેસેજ કરીને પિતા કમાણીના રૂપિયા દીકરી પાસે માગતો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. પોલીસે મામલાની ગંભીરતાને જોતા કિશોરીના પિતા સામે ગુનો નોંધીને તેની પણ ધરપકડ કરી હતી.
 
પીસીબીના પીઆઇ જે.જે પટેલે જણાવ્યું હતુ કે, અમારી ટીમે ગુરૂવારે સાંજે સનરાઇઝ કોમ્પલેક્ષમાં ચાલી રહેલા કુટણખાના પર રેડ પાડી હતી. જેમાં 7 મહિલાઓ પૈકીની એક સગીર બાળા પણ આ દેહવ્યાપારના ધંધામાં ધકેલાઇ હોવાનુ સામે આવ્યું હતુ. સગીર બાળાને તેના પિતાએ જ દેહવ્યાપારના ધંધમાં ધકેલી હોવાની વિગતો જાણવા મળી હતી. અગાઉ તેના પિતાએ 1 મહિના જેટલો સમય ભરૂચ રોકાવી દેહવ્યાપારના ધંધમાં ધકેલી હતી. ત્યારબાદ થોડા દિવસો પહેલા પાયલ સોનીના સંપર્કમાં આવતા 2થી 3 દિવસ પહેલા જ તેને સોંપી દેહવ્યાપાર માટે તેને વડોદરા મોકલી હતી.
 
તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસાને લઈને પોલીસ પણ 2 ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી. સાથેજ આ કેસમાં અન્ય જેટલી પણ યુવતીઓ છે તે બદીજ મુંબઈ અને દિલ્હીની રહેવાસી હોવાનું સામે આવ્યું છે જે વડોદરામાં આવી હતી. જ્યા બધીજ યુવતીઓ દેહ વ્યપારના ધંધામાં જોડાઈ ગઈ હતી. 
 
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો એજ થયો છે કે આ કેસમાં આરોપીઓ સગીર વયની બાળકીઓ પાસે દેહ વ્યાપાર કરવાતા હતા. જે મામલે એવી હકીકત સામે આવી કે 12 વર્ષની સગીરાને તો તેના પિતાએજ દેહ વ્યાપારમાં ધકેલી દીધી હતી. જેથી આ મુદ્દે પોલીસ હવે તે સગીરાના પિતાની પણ ટૂંક સમયમાં ધરપકડ કરી શકે છે.  કુટણખાનામાં ગ્રાહકોને ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. વાઘોડિયા રોડ ઉપરથી કુટણખાનુ ઝડપાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.