ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 એપ્રિલ 2021 (20:07 IST)

પિતાએ સગીર પુત્રી સાથે કર્યુ દુષ્કર્મ પછી ચાવી લીધુ નાક, ત્યાથી બચી તો પડોશીએ કર્યુ દુષ્કર્મ

પશ્ચિમી રાજસ્થાનના જોધપુર જીલ્લામાં એક પિતાની દરિંદગી અને હેવાનિયત સામે આવી છે. અહી પિતાએ મર્યાદાઓની બધી હદ તોડતા પોતાની સગીર પુત્રી સાથે અનેકવાર દુષ્કર્મ કરવા ઉપરાંત તેનુ નાક પણ ચાવી નાખ્યુ. પિતાની હેવાનિયતનો ભોગ બનેલી સગીર પુત્રીને બચાવવઆ માટે દાદાએ જયારે તેને બીજી જગ્યાએ શિફ્ટ કરી તો ત્યા પડોશી યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યુ. 
 
આરોપી યુવકે સગીરને નશાની ગોળી આપીને 28 દિવસ સુધી વારંવાર દુષ્કર્મ કર્યુ. મામલાનો ખુલાસો થયા પછી હવે પીડિતાને  જોધપુરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યા તેના નાકની સર્જરી કરવામાં આવી. પોલીસે આરોપીના પિતાની ધરપકડ કરી લીધી છે. આરોપી યુવકની શોધ ચાલી રહી છે. 
 
પિતાના જાળમાંથી છૂટો તો પડોશીનો બની શિકાર 
 
મામલો જોઘપુરના લૂણી પોલીસ મથકનો છે. આરોપ છે કે વ્યક્તિ પોતાની 15 વર્ષીય સગીર પુત્રીનુ છેલ્લા બે વર્ષથી દેહ શોષણ કરી રહ્યો હતો. આ દરમિયાન અનેકવાર તેની સાથે મારપીટ પણ કરતો હતો. પુત્રની હેવાનિયતથી દુ:ખી થઈને દાદાએ પોત્રીને બચાવવા માટે તેને પડોશના ગામમાં જુદો રૂમ અપાવી દીધો. ત્યા પણ હેવાનોએ તેનો પીછો ન છોડ્યો. દાદાએ જ્યારે પીડિતાને ભાડેથી રૂમ અપાવ્યો તો પડોશી યુવકની ખરાબ નજર તેના પર પડી ગઈ. આરોપ છે કે તેણે સગીરને નશીલી દવાઓ આપીને તેનુ દેહ શોષણ કરવુ શરૂ કર્યુ. આરોપી પડોશી યુવકે 28 દિવસ સુધી તેનુ દેહ શોષણ કર્યુ . ત્યારબાદ પીડિતા જેમ તેમ કરીને ત્યાથી ભાગીને ઘરે પહોંચી તો પિતાએ તેને માર મારીને તેનુ નાક ચાવી લીધુ. 
 
પીડિતાના કહેવા મુજબ તે ત્રણ વર્ષની હતી તો મા નુ મૃત્યુ થઈ  ગયુ. ત્યારબાદ પિતા તેના પર અત્યાચાર કરવા લાગ્યા. જ્યારે તે 13 વર્ષની થઈ તો પિતાએ તેની સાથે ગંદુ કામ કર્યુ. પછી જયારે પણ ઈચ્છા હોય ત્યારે ગંદુ કામ કરતો. તેનાથી બચાવવા માટે દાદાએ પડોશના ગામમાં તેને જુદો રૂમ અપાવ્યો. ત્યા પડોશી યુવકે તેને નશીલી દવાઓ આપીને અનેકવાર તેની સાથે દુષ્કર્મ કર્યુ ઘરે આવ્યા પછી તએ દાદાને કશુ ન કહી શકી, પણ દાદીને બધુ કહી સંભળવ્યુ. ત્યારબાદ પિતા અને યુવક વિરુદ્ધ કેસ નોંધાવ્યો. 
 
કેસ પરત લેવાનુ દબાણ 
 
હોસ્પિટલમાં કિશોરીને મળવા માટે તાજેતરમાં જ કેટલાક લોકો પહોચ્યા અને પહેલા દાદાને ધમકાવ્યા પછી પીડિતાને મોઢુ બંધ રાખવાની ધમકી આપી. આરોપીઓ તરફથી દાદા પર કેસ પરત લેવાનુ દબાણ બનાવાય રહ્યુ છે. કેસ પરત ન લીધો તો તેનુ પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી રહી છે. લુણી પોલીસે હેવાનિયત કરનારા પિતાની ધરપકડ કરી છે અને યુવકની શોધ ચાલી રહી છે.