સુરતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 10 મજૂરો દાઝયા
સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે.
કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે. ઘટના સમયે આસપાસ કામ કરતા 10 કામદાર દાઝી ગયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સચિન જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં રાત્રે લગભગ બે વાગ્યે મોટી ટાંકીમાં રાખવામાં આવેલા જ્વલનશીલ કેમિકલના લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ફેક્ટરીમાં આગ લાગી હતી.
તેમણે કહ્યું, "ઓછામાં ઓછા 24 કામદારો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે." તેમણે કહ્યું કે ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા કામદારો હતા તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી