મંગળવાર, 4 માર્ચ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (16:46 IST)

બિલ્ડર અને મહિલા વચ્ચે મારામારી, 35 લાખ લઈ લીધા બાદ પણ દુકાનનો કબ્જો નથી મળ્યુ

સુરતના સારોલી વિસ્તારમાં અયોધ્યા ટેક્સટાઇલ મોલ પ્રોજેક્ટને લઈને પણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યાની રશ્મિબેન ધામેલિયા જણાવે છે કે મહિલાએ જે દુકાન ખરીદી હતી તે દુકાનનો કબજો ક્યારે મળશે તે બાબતની રજૂઆત કરવા જતાં બિલ્ડર અને મહિલા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. બિલ્ડરને જાણે કોઈનો જ ડર ન હોય તે રીતે રૂપિયા 35 લાખ લઈ લીધા બાદ પણ મહિલા ઉપર લોખંડના રોડથી હુમલો કરતો દેખાઈ રહ્યો છે
 
રશ્મિબેન ધામેલિયાએ જણાવ્યું કે બિલ્ડર હસમુખ સાથે વાત કરવા માટે તેના જ ભાગીદારે અમને કહ્યું હતું. અમે વાત કરવા ગયાં ત્યારે બિલ્ડરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારી કોઈ દુકાન નથી અને તમે કોઈ રૂપિયા આપ્યા નથી એ પ્રકારની વાહિયાત વાતો કરવાનું શરૂ કરીને ગાળાગાળી શરૂ કરી હતી.