સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (10:47 IST)

સુરતમાં GIDC વિસ્તારમાં આવેલી સચિન કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા એકનું મોત

સુરતના જીઆઇડીસીમાંથી એક મોટા સામાચાર આવી રહ્યા છે. સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. મોડી રાતે  બોઇલરમાં બ્લાસ્ટ થતા ચોમેર ભીષણ આગ લાગી ગઇ હતી જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.પાંચ લોકોની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. 
 
ઉલ્લેખીય છે કે આગ લાગતાના સમાચાર મળતા જ ફાયર વિભાગ ઘટનાસ્ળે પહોંચીને આગને કાબુમાં લેવા માટે તજવીજ હાથ ધરી હતી 4 કલાકની ભારે જેહમત બાદ આગ  પ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં એક કામદારનો મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.