ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (15:47 IST)

TV રિમોટને લઈને થયો ઝગડો, વહુએ દાંતથી સાસુનો કરડી લીધો હાથ, કેસ નોંધાયો

remote
આપણા સૌના ઘરમાં ટેલીવિઝનના રિમોટને લઈને પરસ્પર લડાઈ થાય છે. જે સામાન્ય વાત છે. પણ કદાચ જ એવુ થાય કે રિમોટથી લઈને શરૂ થયેલો ઝગડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય. મહારાષ્ટ્રના અંબરનાથથી આવો જ મામલો સામે આવ્યો છે. જ્યા રિમોટથી લઈને સાસુ-વહુ પરસ્પર લડી પડ્યા. આ દરમિયાન વહુએ સાસુના હાથમાં દાંતથી કરડી લીધુ.  પછી મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો અને કેસ પણ નોંધાયો.  
 
વિજયા કુલકર્ણી (32 વર્ષ) તેના પતિ અને સાસુ સાથે અંબરનાથના ગંગાગીરી એપાર્ટમેન્ટમાં રહે છે. વિજયાની સાસુ વૃષાલી કુલકર્ણી (60 વર્ષ)એ પુત્રવધૂ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
 
શિવાજીનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બંને અવારનવાર નાની નાની બાબતો પર એકબીજા સાથે ઝઘડે છે. એક સાથે અલગ-અલગ કામ કરવાને લઈને તેમની વચ્ચે ઝઘડો થાય છે.
 
વૃષાલીએ આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગણેશોત્સવની શરૂઆતથી જ તે તેની પુત્રવધૂ સાથે ટીવી જોવા બાબતે ઝઘડા કરતી હતી. તેણી કહે છે કે જ્યારે તેણી પૂજા શરૂ કરે છે ત્યારે તેની પુત્રવધૂ વિજયા ટીવી ચાલુ કરે છે.
 
સોમવારે સાંજે, જ્યારે વિજયાએ તેની પ્રાર્થના પૂરી કરી, ત્યારે તે ટીવી ચાલુ કરીને બેસી ગઈ. પછી તેની સાસુ વૃષાલી પૂજા કરવા લાગી. ટીવીના અવાજથી તે પરેશાન થઈ રહી હતી એટલે તેણે  વિજયાના હાથમાંથી રિમોટ લઈ ટીવી બંધ કરી દીધું.
 
સાસુએ ટીવી બંધ કર્યું તો પુત્રવધૂએ ફરી ચાલુ કર્યું. આ રીતે જ્યારે સાસુ ત્રીજી વખત રિમોટ લેવા આવ્યા ત્યારે વિજયાએ તેનો હાથ પકડીને બે વાર આંગળી કરડી. જ્યારે વિજયાના પતિએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વહુએ તેમની સાથે પણ ઝપાઝપી કરી અને પછી બંનેને માર માર્યો.
 
આ પછી વૃષાલી પોલીસ સ્ટેશન પહોંચી અને પુત્રવધૂ સામે ખુદને કરડવા અને ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી. પોલીસે કહ્યું કે આઈપીસી કલમ 324 (ખતરનાક હથિયારથી ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.