મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 માર્ચ 2024 (16:54 IST)

અમદાવાદમાં એલિસબ્રિજ પાસે ગાદલાંની દુકાનમાં આગ:2 લાખથી વધુનો માલસામાન બળીને ખાખ

Fire in mattress shop near Alisbridge
Fire in mattress shop near Alisbridge

-  બનાવટની વસ્તુઓ વધુ પ્રમાણમાં હોવાથી આગ ઝડપથી પ્રસરી
- 15 જેટલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ કાબુમાં લઇને રૂપિયા 3 લાખ જેટલો મુદ્દામાલ બચાવી લીધો 


અમદાવાદ શહેરના સૌથી જૂના એલિસબ્રિજ પાસે મેટ્રેસીસ ગાદલાની દુકાનમાં આજી બપોરના સમયે એકાએક આગ લાગતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Fire in mattress shop near Alisbridge
Fire in mattress shop near Alisbridge

પ્રાથમિક વિગતો અનુસાર ગાદલાંની દુકાન હોવાથી રૂં બનાવટની વસ્તુઓ વધુ પ્રમાણમાં હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. રૂપિયા 2 લાખથી વધુનો માલસામાન બળીને ખાખ થયો હતો.અમદાવાદ શહેરના એલિસબ્રિજના છેડે આવેલી મેટ્રેસીસ ગાદલાની દુકાન આવેલી છે. જ્યાં બપોરના સમયે આગ લગતા ગાદલાં, કાપડ, ફર્નિચર, રૂ, રજાઈ સહિતની અન્ય રૂની બનાવટી વસ્તુઓ બળી ગઇ હતી. આગ લાગતા ફાયર વિભાગ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 15 જેટલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ કાબુમાં લઇને રૂપિયા 3 લાખ જેટલો મુદ્દામાલ બચાવી લેવામાં આવ્યો હતો.