બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (08:29 IST)

ગુજરાતમાં મંકી પૉક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ, દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં

ગુજરાતમાં ગુરુવારે મંકીપૉક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. આ દર્દીના સૅમ્પલને ચકાસણી માટે મોકલીને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, જામનગરના નવાનાગના ગામમાં રહેતા 29 વર્ષીય યુવકમાં શંકાસ્પદ મંકીપૉક્સની હાજરી જોવા મળી છે.
 
અહેવાલમાં જામનગરસ્થિત જીજી હૉસ્પિટલના તબીબ ડૉ. સૌગતા ચૅટરજીને ટાંકીને જણાવાયું છે કે આ દર્દીને છેલ્લા ત્રણેક દિવસથી ખૂબ તાવ આવતો હતો અને તેના શરીર પર ઘા તેમજ ફોલ્લા પડી ગયા છે.
 
જોકે, આ દર્દીના નજીકના સંબંધીઓમાં આ પ્રકારના કોઈ લક્ષણો ન હોવાનું તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.
 
આરોગ્યવિભાગના અધિકમુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે દર્દી પાસેથી બે સૅમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક સૅમ્પલ અમદાવાદની બીજે મેડિકલ કૉલેજ અને બીજો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલૉજી, પુણે ખાતે મોકલવામાં આવ્યો છે.
 
તેમણે વધુમાં કહ્યું, "પ્રોટોકૉલ પ્રમાણે દર્દીના સૅમ્પલ બે લૅબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. આ જે સૅમ્પલ મોકલવામાં આવ્યા છે. તેનું પરિણામ આઠથી દસ કલાકમાં આવી જશે. એનઆઈવી, પુણેનું પરિક્ષણ પૂરું થયા બાદ જ પરિણામો જાહેર કરાશે."