શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2023 (15:02 IST)

ખેલો ઇન્ડિયા વુમન્સ લીગમાં સુરતની પાંચ યુવતીઓનું થયું સિલેક્શન

khelo india
ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના કારણે છેલ્લા કેટલાક સમયથી રમત રમત ક્ષેત્રે અવનવી પ્રતિભાઓ બહાર આવી રહી છે થોડા સમય બાદ ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલો ઇન્ડિયા વૂમન્સ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતની 5 યુવતીઓનું સિલેક્શન રોડ અને ટ્રેક સાઇકલિંગ માટે કરવામાં આવ્યું છે. આ તમામ છોકરીઓ ગુજરાત તરફથી વેસ્ટ ઝોનને રિપ્રેઝેન્ટ કરશે.

રમતગમત ક્ષેત્રે સુરતમાંથી દરેક સ્પોર્ટ્સમાં ખેલાડીઓ નેશનલ નું પ્રતિનિધિત્વ કરતા હોય છે.જ્યારે પણ નેશનલ લેવલની સ્પર્ધા માટે ગુજરાતની ટીમનું સિલેક્શન કરવામાં આવે છે ત્યારે 60 ટકાથી વધારે ખેલાડીઓ સુરતના હોય છે. જે સુરત માટે ગર્વની વાત હાલમાં જ ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતની ચાર યુવતીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે જે અંગે સાયકલિંગ એસોસિએશન ઓફ સુરતના સેક્રેટરી પરીક્ષિત ઇચ્છાપોરિયાએ કહ્યું કે" સુરતમાં સાઇકલિંગનું કલ્ચર છે અને ઘણા બધા સાયકલિંગ ગ્રુપ પણ છે જેના કારણે મોટી સંખ્યામાં યંગસ્ટર્સ સાયકલિંગ કરે છે. અહીં ખેલાડીઓને સારા પ્રકારનું કોચિંગ પણ મળે છે જેના કારણે  ઘણા ખેલાડીઓ નેશનલ મેડલ મેળવી ચુક્યા છે. આજ કારણે સુરતના ખેલાડીઓ આટલી મોટી સંખ્યામાં પસંદ થાય છે.

જે ચાર  ખેલાડીઓનું સિલેક્શન થયું છે તેમાં રિયા પટેલ, મુસ્કાન ગુપ્તા, અંકિતા વસાવા, દિયાંશી સેલર, નીતા પંચકોટિ અને જૂહી કંથારિયા સમાવેશ થાય છે. જો કે ટૂર્નામેન્ટની તારીખ અને સ્થળ હજુ સુધી જાહેર કરાયા નથી.

ખેલો ઇન્ડિયામાં પસંદગી પામેલ મુસ્કાન ગુપ્તાએ કહ્યું કે હું  2018 થી સાઇકલિંગ કરૂ છું. અત્યારસુધીમાં 9 નેશનલ મેડલ મેડવ્યા છે. દરરોજ હું 2 કલાક પ્રેક્ટિસ કરું છું અને રવિવારે 4 કલાક પ્રેક્ટિસ કરું છું. હું અભ્યાસ સાથે સાયકલિંગને મેનેજ કરું છું અને બીકોમની સાથે સાથે સીએ પણ કરી રહી છું. નાની મોટી ઇજાઓ થઈ છે પણ ક્યારેય મનમાં રમત છોડવાનો વિચાર આવ્યો નથી

સાઈકલીસ્ટ અંકિતા વસાવા એ કહ્યું કે"હું રોડ સાઇકલિંગની સાથે સાથે ટ્રેક અને માઉન્ટેન સાયકલિંગ પણ કરું છું. સુરતમાં ટ્રેક અને માઉન્ટેન ટ્રેનિંગ માટે સુવિધા ન હોવાથી ગોવા અને ત્રિવેન્દપુરમ જેવા શહેરોમાં જઈને ટ્રેકની પ્રેક્ટિસ અને ગામમાં માઉન્ટેન સાયકલિંગની પ્રેક્ટિસ કરું છું. રોજ 60 કિમી જ્યારે વીકેન્ડમાં 120 કિમી સાયકલિંગ પ્રેક્ટિસ કરું છું. મેં સ્વીમિંગ, ટ્રાયથ્લોન બાદ સાયકલિંગ શરૂ કર્યું હતું.

સાઈકલીસ્ટ રિયા પટેલે કહ્યું કે"હું શરૂઆતમાં સ્કેટિંગ કરતી હતી, ત્યારે મને મારા કોચે  ક્રોસ ટ્રેનિંગ માટે  સાયકલિંગ કરવા કહ્યું હતું. ત્યારથી મને સાયકલિંગમાં રસ પડવા લાગ્યો અને મે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં પહેલીવાર હું 5 મા ક્રમે રહી હતી ત્યારબાદ સ્ટેટ લેવલે પાર્ટિસિપેટ કરતા વિનર રહી હતી અને ત્યાંથી જ સાયકલિંગની શરૂઆત થઈ ગઈ હતી. હવે સ્કેટિંગ છોડી સાયકલિંગ પર જ ફોકસ કરી રહી છું.

જુહી કંથારિયા એ કહ્યું કે હું વર્ષ 2018થી સાયકલિંગ કરી રહી છું. મારો ભાઈ ટ્રાયથ્લોન રમતો એટલે એને જ જોઇને સ્વીમિંગ, રનિંગ અને પછી સાયકલિંગ શરૂ કરી હતી. હું ટ્રેક અને માઉન્ટેઇન સાયકલિંગ પર કરું છું. માઉન્ટેઇન્ટ સાયકલિંગ માટે શહેરના બ્રિજો ઉપર પ્રેક્ટિસ કરું છું. નાની મોટી ઇજાઓ પણ થઈ છે પણ ક્યારે સાયકલિંગ છોડવાનો વિચાર આવ્યો ન હતો. રોજ 50થી 60 કિમી સાયકલ ચલાવું છું.

નીતા પંચકોટી એ કહ્યુ કે મેં માઉન્ટેન સાયકલિંગથી શરૂઆત કરી હતી. જેના માટે નવા બનતા રસ્તા અને ખેતરમાં સાયકલિંગ કરતી હતી. પછી રોડ સાયકલિંગ કરતી થઈ ગઈ હતી. આ રમત ખૂબ જ મોંઘી છે જેના કારણે ફાયનાન્સિયલ ચેલેન્જીસ પણ આવે, ઇજાઓ પણ થાય પણ મેં ક્યારેય આ રમતથી દૂર જવાનું વિચાર્યું નથી. અત્યારસુધીમાં 5 નેશનલ મેડલ જીતી ચુકી છું.