સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2023 (14:52 IST)

તુર્કીયેમાં કાર અકસ્માતમાં ચાર ગુજરાતી વિદ્યાર્થીનાં મોત, ચારેય હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા

Four Gujarati students died in a car accident in Turkey
Four Gujarati students died in a car accident in Turkey
તુર્કીમાં એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના મોત થયાના અહેવાલ છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. મૃતકોમાં બે યુવતી પણ સામેલ છે. વિદેશોમાં અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે તુર્કીમાં પણ એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના મોત થયા છે.

આ ચાર ગુજરાતી વિદ્યાર્થીઓમાં એક યુવતિ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભંગરોડિયા ગામની હતી. રજા હોવાથી ચારેય મિત્રો નજીકના સ્થળે ફરવા ગયા હતા જે દરમિયાન રસ્તામાં જ બે કાર સામ સામે અથડાતા અકસ્માતની ઘટના બની હતી જેમા ચારેય મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃત્યુ પામેલા ચારેય વિદ્યાર્થીઓ તુર્કીઈમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા.

મૃત વ્યક્તિોમાં અંજલી મકવાણા, પ્રતાપ કરાવદરા, જયેશ અગાથ અને હીના પાઠક છે. આ અકસ્માતની ઘટના તુર્કીઈના કિરેનીયા નજીક બની હતી. આ વિદ્યાર્થીઓના મૃતદેહોને વહેલી તકે વતન લવાય તેવી માંગ કરવામાં આવી છે. સંતાનોના મોતના સમાચાર મળતા જ ચારેયના પરિવાર પર શોકનુ મોજુ ફરી વળ્યું છે.