સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 4 જુલાઈ 2023 (17:00 IST)

Vande Bharat Express - અમદાવાદથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ દોડશે, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓને પણ લાભ મળશે

vande matram train
Ahmedabad News - અમદાવાદને વધુ એક વંદે ભારત હાઈ સ્પિડ રેલવેનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ 7, જુલાઈએ કરશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.નવી ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડનારી છે. અમદાવાદ-જોધપુર વંદેભારત ટ્રેન આગામી 7, જુલાઈથી શરુ થનારી છે. વડાપ્રધાન મોદી વર્ચ્યુલી લોકાર્પણ કરનાર છે.

ભારતના અનેક હિસ્સાઓમાં વંદે ભારત ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. આવી જ રીતે વધુ એક ટ્રેનની શરુઆત થવા જઈ રહી છે. જેને લઈ અમદાવાદ થી જોધપુર અવર જવર કરતા મુસાફરોને મોટી રાહત સર્જાશે. ગુજરાતને વધુ એક ટ્રેનનો લાભ મળ્યો છે. જેનો લાભ ઉત્તર ગુજરાતને પણ મળશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.

7 જુલાઈએ અમદાવાદને વધુ એક નવી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની જાહેરાત થઈ છે કે 7 જુલાઈ એ અમદાવાદ સાબરમતી થી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. જે સપ્તાહમાં 6 દિવસ ચાલશે. જે ટ્રેન સાબરમતી જોધપુર વચ્ચે મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના અને પાલી સ્ટેશન એમ પાંચ સ્ટેશન પર ઉભી રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વર્ચ્યુઅલી લોકાર્પણ કરાવશે. જે ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે. જ્યારે રવિવારે મેઇન્ટનન્સના કારણે ટ્રેન બંધ રહેશે.

સાબરમતી થી જોધપુર વચ્ચે 446 કિમિનું અંતર અન્ય ટ્રેન ને કાપવામાં 8 કલાકમાં લાગે છે જ્યારે વંદે ભારત ટ્રેન 6 કલાકમાં અંતર કાપશે. જે ટ્રેનનો શિડયુલ પણ તૈયાર કરી દેવાયો છે.અમદાવાદ જોધપુર વચ્ચે પહેલી વંદે ભારત ટ્રેન શરૂ થશે. વંદે ભારત ટ્રેન શરૂ થવાને લઈને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જતી કેટલીક ટ્રેનના સમયમાં 5 થી 15 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બિકાનેર, હિંસોર, ગંગાનગરની કેટલીક ટ્રેન નો સમાવેશ થાય છે.