ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2023 (09:16 IST)

સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી, આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

rain in dwarka
Weather news- વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાંથે આગામી 24 કલાકમાં ભારે હોય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. આજે 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે
 
28 જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લી તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર જોવા મળશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. 
 
આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આજે ગાજવીજ અને તોફાની પવન સાથે નવસારી, વલસાડ, દમણ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે