સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જુલાઈ 2023 (10:45 IST)

Rain Alert- વરસાદ: ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યના 4 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે. રાજ્યના દ્વારકા, રાજકોટ, ભાવનગર, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ચાર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરી છે. 
 
2 દિવસ ભારે: આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, રાજકોટ, ભાવનગરમાં રેડ, કચ્છ-જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ
 
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે જૂનાગઢ જિલ્લામાં મેઘકહેરના કારણે ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે રાજ્યના 246 તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. 
 
નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળાએથી પરત ફરતા બાળકો ને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતા. તો દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. શહેરમાં આવેલી ઝુમરૂ ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાતા ગેસની એક બે નહીં 50થી વધુ બોટલો ગેટ તોડી પાણીમાં તણખલાની જેમ તણાઇ ગઇ હતી. તો શહેરના શાંતાદેવી વિસ્તારમાં એક કાર તણાઇ ગઇ હતી.