1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 3 જુલાઈ 2023 (15:55 IST)

Student Heart Attack - રાજકોટમાં ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત, ગુરૂપૂર્ણીમાના કાર્યક્રમની તૈયારી વખતે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો

10 STUDENT IN GURUKUL
રાજકોટમાં આજે નાની ઉંમરે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રીબડા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણીનું આજે મોત નીપજ્યું છે. આજે ગુરુ પૂર્ણિમા અંગે ગુરુકુળમાં કાર્યક્રમ હતો, માટે અન્ય બે મિત્રો સાથે મળી તેઓ પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી અને કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે અચાનક પડી જતા તે બેભાન થઇ ગયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા પરિવારના કુલદીપક સમાન એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું.રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતા સામાન્ય યુવાનના હૃદય કરતા બમણો વજન દેવાંશના હૃદયનો જોવા મળ્યો છે. બીમારી અગાઉથી પણ હોય શકે છે પરંતુ આજે અચાનક આવેલા મોતનું કારણ શું છે તે જાણવા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ સામે આવી શકે તેમ છે.જે બાદ બનાવ અંગે જાણ થતા પોલીસે દેવાંશના મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે અને આજે તેમનો એક નો એક દીકરો દેવાંશ અચાનક મૃત્યુ પામતા સમગ્ર ભાયાણી પરિવારમાં કુલદીપક સમાન પુત્ર ગુમાવવાનું દુઃખ જોવા મળી રહ્યું છે.