Women's Emerging Asia Cup: ભારતની નારી શક્તિએ જીત્યો એશિયા કપ, ફાઈનલમાં બાંગ્લાદેશને ધોઈ નાખ્યુ
Women's Emerging Asia Cup 2023: મહિલા ઈમર્જિંગ એશિયા કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ભારતની એ ટીમે બાંગ્લાદેશ એ ને હરાવ્યુ છે. ટીમ ઈંડિયાએ આ મેચને 31 રનથી જીતીને ખિતાબી મુકાબલામાં બાજી મારી છે. આ મેચમાં પ હેલા બેટિંગ કરતા ટીમ ઈંડિયાએ બોર્ડ પર 7 વિકેટે 127 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 96 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.
ટીમ ઈંડિયાએ બનાવ્યુ નાનુ ટોટલ
આ મેચમાં ટૉસ જીતીને ભારતીય મહિલા ટીમ બેટિંગ માટે ઉતરી. મેચની શરૂઆત કરવા ઉતરેલી કપ્તાન શ્વેતા સહરાવત અને ઉમા ચેત્રીની જોડીએ મળીને 28 રન જ જોડ્યા. પણ ત્યારબદ કનિકા આહૂજાએ 30 રન અને વૃંદા દિનેશના 36 રનને કારણે ટીમ 20 ઓવરમાં 127 રન બનાવવામાં સફળ રહી. બાંગ્લાદેશ તરફથી સુલ્તાના ખાતૂન અને નાહિદા અખ્તરે 2-2 વિકેટ મેળવી.