ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 26 જુલાઈ 2023 (10:00 IST)

રાજ્યમાં આગામી 5 દિવસ નહિવત વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ નહિવત વરસાદની શક્યતા છે. અત્યાર સુધીમાં 605.7 મીમી વરસાદ નોંધાયો હતો. આગામી 5 થી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો તેમજ જૂનાગઢમાં અને નવસારીમાં આભ ફાટ્યું હોવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે 

Edited By-Monica Sahu