ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 એપ્રિલ 2021 (11:08 IST)

બેંકમાં જતા પહેલા જાણી લો, આજથી ગુજરાતની બેંકોના સમયમાં થયો ફેરફાર

રાજ્યમાં સતત વધતા જતા કોરોના સંક્રમણની અસર બેંકોના કામકાજ પર પડવા લાગી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાગુજરાત બેંક કર્મચારી એસોસિયેશને સરકાર પાસેથી કેટલીક માંગ કરી હતી. જેમાં કામના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ આપવી વગેરેની માંગ કરી હતી. 
 
ગુજરાત સરકારે મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિએશનની માંગને સ્વિકારી લેતાં આજથી રાજ્યની બેંકોમાં સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ કામકાજ ચાલુ રહેશે. આ સમય દરમિયાન બેંકમાં રૂપિયા જમા કરવા, રૂપિયા ઉપાડવા અને રૂપિયા ટ્રાન્સફર કરવા જેવી સુવિધાઓ જ ચાલુ રહેશે.
 
ગ્રાહકોમાં સિનિયર સિટીઝનને પ્રાયોરિટી આપવામાં આવશે. આ ઉપરાંત બેંકમાં 50 ટકા સ્ટાફથી જ કામગીરી થશે. બાકીના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કામ કરાવનુ રહેશે. તેમજ બેંકોએ એટીએમમાં પુરતા પ્રમાણમાં કેશ જમા કરાવાની રહેશે, જેથી લોકો ડિજીટલ બેંન્કીગનો ઉપયોગ કરી શકે. 21 એપ્રિલથી ૩૦ એપ્રીલ સુધી બેંક આ પ્રમાણે કાર્યરત રહેશે. 
 
કર્મચારી યુનિયને દાવો કર્યો છે કે, ગજરાતમાં અત્યાર સુધી 15000 બેંક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ આ લહેર દરમિયાન એક મહિનામાં 30 જેટલા બેંક કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 
 
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિયેશના ગુજરાતના યુનિયને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી રાજ્ય સ્તરીય બેન્કિંગ સમિતિના ચેરમેન પણ છે. એમજીબીઈએ કહ્યું કે, ગુજરાતાં અંદાજે 9900 બેંક શાખાઓમાં 50000 બેંક કર્મચારી કાર્યરત છે.